સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE











હળવદના ટીકર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા યુવાને વીસેક દિવસ પહેલા ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને મોરબીની હોસ્પિટલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન ગતરાત્રિના યુવાનનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે.

બનાવની રાજકોટ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદના ટીકર ગામે રહેતા કુલદીપ દિનેશભાઈ દેલવાડીયા નામના 18 વર્ષના યુવાને ગત તા.9-6 ના રાત્રીના બારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને તાત્કાલિક મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને અહીં સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.દરમિયાનમાં વીસેક દિવસની સારવાર બાદ આજે તા.29-6 ના રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન કુલદીપ દિનેશભાઈ દેલવાડીયા નામના 18 વર્ષના યુવાનનું મોત થયુ હતું.રાજકોટ ખાતેથી મળતી ઉપરોક્ત માહિતી સંદર્ભે હાલ બનાવનું કારણ સામે આવ્યું નથી અને આ બાબતે હળવદ પોલીસને જાણ કરવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિર પાસે રહેતા ધનજીભાઈ દેવાભાઈ જાદવ નામના 69 વર્ષના વૃદ્ધને ઘુનડા-સજનપર ગામની સીમ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મારામારીના આ બનાવની હોસ્પિટલ તરફથી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા સ્ટાફના વી.કે.પટેલે પ્રાથમિક તપાસ કરી હતી.જોકે આ બનાવ ટંકારા પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ અર્થે ત્યાં જાણ કરી હતી.

બાઇક સ્લીપ
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતો સેડાત સાહિલ રફિકભાઈ (18) નામનો યુવાન મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં ખૂણા ઉપરથી બાઇક લઈને પસાર થતો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું. જેથી ઈજા પામેલા યુવાનને મોરબીથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News