મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે માલઢોરનો ધંધો પસંદ ન હોય એક માસ પૂર્વે લગ્ન થયેલા યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીના બગથળા ગામે માલઢોરનો ધંધો પસંદ ન હોય એક માસ પૂર્વે લગ્ન થયેલા યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના બગથળા ગામે યુવાને તેના ઘરે અંતિમ પગલું ભરી લેતા તે યુવાનનું મોત નિપજયુ હોવાનો બનાવ સામે આવ્યો છે.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતક યુવાનના લગ્ન એકાદ માસ પહેલા જ થયા હતા અને તેઓના ઘરે માલઢોર (પશુ પાલન) નો ધંધો હોય અને તેને માલ ઢોરનો ધંધો પસંદ ન હોય અન્ય ધંધો કરવો હતો.જો કે પિતા અને પરિવાર દ્વારા પશુ પાલનનો ધંધો કરવાનું કહેવામાં આવતા આ બાબતે મનોમન લાગી આવતા તેણે મોતની સોડ તાંણી લીધી હતી અને તેનું મોત થતા પરિવારમાં કલ્પાંત વ્યાપી ગયો હતો.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બગથળા ગામે રહેતો મેહુલ નવઘણભાઈ ગમારા નામનો 22 વર્ષનો યુવાન તેના ઘરે હતો.ત્યારે ગત રાત્રી દરમિયાન તેણે તેના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ થતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યુ હતુ કે મૃતક મેહુલ ગમારાના એકાદ માસ પહેલા જ લગ્ન થયા હતા અને તેમના ઘર પરિવારનો માલ ઢોરનો ધંધો હતો.જેથી તે માલ ઢોરનું કામકાજ કરતો હતો.પરંતુ તેનું મન તે કામમાં લાગતું ન હોય અને તે અન્ય કોઇ ધંધો કરવા માગતો હતો. જો કે તેના પિતા દ્વારા માલઢોરનો ધંધો જ ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું હતું. જોકે તે અન્ય ધંધો કરવા માગતો હતો આ બાબતે તેને ઉપરોક્ત આત્યાંતીક પગલું ભરી લેતા મેહુલ ગમારાનું મોત નિપજયુ હતુ.બનાવને પગલે તેના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.તેમજ નાના એવા બગથળા ગામમાં ચકચાર મચી ગઇ હતી.

પરિણીતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ નાગડાવાસ (મધુપુર) ગામે રહેતા વિરલબેન નવીનભાઈ આદ્રોજીયા નામની 25 વર્ષીય પરિણિતાને તેના ઘરે તેના પતિ, સાસુ તેમજ દિયર દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી કરીને તેને સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યાંથી પોલીસમાં જાણ થતા હાલ મારામારી સંદર્ભે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતા મહેશ મુળસિંગ બામણીયા નામના ૧૯ વર્ષીય મજુર યુવાનને ઝેરી સાપ કરડી જવાથી તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.આ બાબતે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના નંદરામભાઇ મેસવાણિયા દ્રારા રાબેતા મુજબની તપાસ કરવામાં આવી હતી.

આધેડ સારવારમાં

મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલ નજીક રહેતા દિનેશભાઈ ધનજીભાઈ ડાભી નામના 50 વર્ષના આધેડને અકસ્માત બનાવમાં ઇજા થતાં ખાનગી હોસ્પિટલએ સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.તેઓ એસપી રોડ બાજુ વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઈજા થતા સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસે જણાવેલ છે.એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા આ બાબતે તપાસ ચલાવી રહ્યા છે.






Latest News