મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી દાગીના સહિતના મુદામાલની ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: અગાઉ પકડાયેલા બે આરોપી જેલ હવાલે


SHARE







મોરબીમાં ઘરમાંથી દાગીના સહિતના મુદામાલની ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: અગાઉ પકડાયેલા બે આરોપી જેલ હવાલે

મોરબીના લાયન્સનગરમાં દંપતી ઘરમાં ઉપરના માળે સૂતું હતું ત્યારે ઘરના તાળાં તોડીને ઘરમાંથી સોના તેમજ ચાંદીના દાગીના સહિત કુલ મળીને 1,67,300 ના મુદામાલની ચોરી કરવામાં આવી હતી. જે ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી હતી અને પહેલા બે આરોપીને પકડ્યા હતા જે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને હાલમાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે.

મોરબીના લાયન્સનગરમાં રહેતા જયેશભાઈ દલપતભાઈ પરમારએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કેતે તેના પરિવાર સાથે ઘરે નીચેના ભાગે તાળું મારીને ઉપરના માળ ઉપર સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઘરના દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ લોખંડની તિજોરીના લોક તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ભરેલ પાકીટ આમ કુલ મળીને 1,67,300 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે. જે ગુનામાં પહેલા પોલીસે અલ્યાસ ઉર્ફે ભીમો હુસેનભાઇ સુમરા અને હૈદર કરીમ ભટ્ટીની ધરપકડ કરી હતી અને આ આરોપીઓના રિમાન્ડ લીધા હતા જે રિમાન્ડ પૂરા થતાં તે બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં હાલમાં પોલીસે રાહુલ પેથાભાઇ સરવૈયા રહે. ફિરદોસ સોસાયટી સુરેન્દ્રનગર વાળાની મોરબીમાં ત્રાજપર ચોકડી પાસેથી ધરપકડ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ પકડાયેલ આરોપીઓ પાસેથી જ પોલીસે ચોરીમાં ગયેલ મુદામાલ કબજે કરી લીધેલ છે. 






Latest News