મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવમાં એક પણ શાળા બાકી ન રહે: કલેકટર કે.બી. ઝવેરી


SHARE







મોરબી જીલ્લામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવમાં એક પણ શાળા બાકી ન રહે: કલેકટર કે.બી. ઝવેરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના  અઘ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે સાબરમતી ઓડીટોરીયમ હોલ, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગ૨ ખાતેથી બ્રિફિંગ મિટીંગનું આયોજન કરાયું હતું. આ મિટીંગનું જિલ્લા કક્ષાએ જીવંત પ્રસારણ કરાયું હતું.

 પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજીવાર વડાપ્રધાન બનીને દેશમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. આ મજબૂત પાયામાં એક પાયો શિક્ષણનો છે. આપણે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત તરીકે મોટું યોગદાન આપી શકીશું. શિક્ષણમાં આપણે ડ્રોપ આઉટ રેશિયોમાં ખૂબ મોટો ઘટાડો લાવી શક્યા છીએ અને હજુ આમાં સુધારો લાવી શકીએ છીએ. શિક્ષણ માટેની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો લાભ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સુધી પહોંચાડવાનો છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવાની છે. 

આ વિડિયો કોન્ફરન્સ બાદ જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓને સુઆયોજિત રૂટનું આયોજન કરવા અને આ કાર્યક્રમમાં એક પણ શાળા બાકાત ન રહે તેની તકેદારી રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી. મોરબી જિલ્લાની તમામ સરકારી બાલવાટિકાઓ, પ્રાથમિક,માધ્ય. અને ઉ.માઘ્ય શાળાઓ, જ્ઞાનશકિત રેસીડેન્શિયલ શાળાઓમાં આગામી તા. ૨૬, ૨૭ અને ૨૮ જુનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ-૨૦૨૪ યોજાશે. આ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, નાયબ કલેક્ટર સુબોધકુમાર દુદખીયા, સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.






Latest News