ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમિકાએ બંને બાજુએથી ફસાવી દેવાની ધમકી આપતા પ્રેમીએ કાસળ કાઢી નાખ્યું: તપાસમાં ધડાકો


SHARE











મોરબીમાં પ્રેમિકાએ બંને બાજુએથી ફસાવી દેવાની ધમકી આપતા પ્રેમીએ કાસળ કાઢી નાખ્યું: તપાસમાં ધડાકો

વર્તમાન સમયમાં ઘણી વખત પોલીસ માટે ચેલેન્જ સમાન કહી શકાય તેની ક્રાઇમની ઘટનાઓ સામે આવતી હોય છે આવો જ એક બનાવ તાજેતરમાં મોરબીમાં સામે આવ્યો હતો અને મોરબીમાંથી પસાર થતી મચ્છુની કેનાલમાંથી મહિલાની કોહવાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. જેથી કરીને મહિલાની ઓળખ મેળવવા માટે અને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ મહિલાની હત્યા તેના જ પ્રેમી દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું અને મહિલાએ તેને બંને બાજુથી ફસાવી દેવાની ધમકી આપી હતી જેથી પરણિત પ્રેમીએ મહિલાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે અને હત્યાના આ ગુનામાં પકડાયેલ આરોપીના રિમાન્ડ લેવા પોલીસે તજવીજ શરૂ કરી છે

મોરબીમાં થયેલ મહિલાની હત્યાના બનાવમાં થયેલ ડિટેકશનની માહિતી આપતા ડીવાયએસપી પી.એ. ઝાલાએ જણાવ્યુ હતું કે, જે મહિલાની બોડી મળી હતી તે મહિલાના ડાબા હાથમાં હિન્દીમાં "સુનીતા" અને "ભુરૂભાઇ" તેમજ મોરનુ ચિત્ર ત્રોફાવેલ હતુ. તેના સિવાય બીજી કોઈ વસ્તુ ઓળખ થાય તેવી ન હતી જેથી કરીને પોલીસે માટે મહિલાની ઓળખ અને આરોપીને શોધવા બને કામ ચેલેન્જ જેવા હતા. જો કે, મૃતક મહિલાની ઓળખ મેળવવા પોલીસે આસપાસના ખેતરો તેમજ કંપનીઓમાં તપાસ કરી હતી. દરમ્યાન સોશિઅલ મીડિયા થકી આ મહિલાના ફોટો તેના પતિ સુધી પહોચ્યા હતા અને મૃતક મહિલાના પતિએ મોરબી એ ડિવિઝનના પીઆઇ એચ.એ.જાડેજાને ફોન કરીને કહ્યું હતું કે આ તેની ગુમ થયેલ પત્ની સુનિતાના ફોટો છે જેથી પોલીસને ગુનાના ડિટેકશન માટેની કડી મળી હતી અને ત્યાર બાદ મૃતક મહિલાના પતિએ કહ્યું હતું કે તેની પત્નીને તેનો પ્રેમી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ રાઠવા ભગાડીને ગયેલ છે જેથી પોલીસે કુલસિંગ રાઠવાને શોધવા તજવીજ શરૂ કરી હતી અને તે વાંકાનેરના વાંકીયા ગામની સીમમાં હોવાનું સામે આવ્યું હતું

જેથી પોલીસે તેને પાડીને પુછપરછ કરતા તેણે જ સુનિતાનું મર્ડર કર્યુ હોવાની કબુલાત આપી હતી. જેથી હત્યના ગુનામાં આરોપી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ અમેરસીંગ કીકરીયા રાઠવા જાતે આદિવાસી (૩૦) ની પોલીસે ધરપકડ કરી હતી વધુમાં આરોપીએ પોલીસને જણાવ્યુ હતું કે, મૃતક મહિલા સુનીતા સાથે તેને પ્રેમસબંધ હતો અને બેથી ત્રણ મહિલા સુધી બંનેએ ફોનમાં વાતો કહી હતી ત્યાર બાદ બંને ચોટીલાના લાખણકા ગામે આવ્યા હતા અને ત્યાં રહેતા હતા તેવામાં બંને વચ્ચે ઝઘડો થયો હતો જેથી સુનિતાએ ઝેરી દવા પી લીધી હતી. જેથી કરીને વાડી માલીકને તેની જાણ થતાં તેને વાડીએ રખવાની ના પડી હતી. અને સુનિતાએ તેને બંને બાજુથી ફસાવી દેવાની સુનિતાએ ધમકી આપી હતી જેથી તેની હત્યા કરવાનું તેને મન બનાવી લીધું હતું અને લીલાપર ગામ પાસે વાડી આરોપીની પત્ની તેના સગા સાથે રહેતી હતી ત્યાં સુનિતાને લઈ જઈ શકે તેમ ન હતો જેથી તેની કેનાલના નાલા નીચે ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી

અકાળે પંગરેલા પ્રેમનો કરૂણ અંજામ આવેલ છે અને પ્રેમિકાની હત્યા કરનારા આરોપી કુલસીંગ રાઠવાની પોલીસે ધરપકડ કરી છે અને આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે જો કે, સુનિતાની હત્યા થવાના લીધે તેના સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવેલ છે અને આરોપી કુલસીંગ રાઠવા પણ પરણિત હોય તેની હત્યના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે જેથી કરીને તેના સંતાનોએ પણ હાલ પિતાની છત્રછાયા ગુમાવેલ છે આમ એક સાથે બે પરિવારના માળા વીંખાઈ ગયેલ છે અને હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીના રિમાન્ડ લેવા પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News