મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

વૃક્ષનું વાવેતર કરીને એક વૃક્ષ માઁ કે નામ # કરીને દરેક લોકો સોશ્યલ મીડિયામાં ફોટો મૂકે તો વૈશ્વિક લેવલે નોંધ લેવાશે:  સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા


SHARE







વૃક્ષનું વાવેતર કરીને એક વૃક્ષ માઁ કે નામ # કરીને દરેક લોકો સોશ્યલ મીડિયામાં ફોટો મૂકે તો વૈશ્વિક લેવલે નોંધ લેવાશે:  સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા

મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિ અને ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા “ચાલો ગાવ કી ઓર પ્રકૃતિ કે સાથ” અભિયાન મોરબી જીલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે અને તેની શરૂઆત મોરબી તાલુકાનાં બરવાળા ગામથી કરવામાં આવી છે ત્યારે રાજકોટ સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, વિનુભાઈ રૂપાલા, ડી.એલ. રંગપરીયા, જયંતીભાઈ પટેલ, બગથળા નકલંક ધામના મહંત દામજી ભગત, સંસ્કારધામના શાસ્ત્રી સ્વામી જગત પ્રકાશ સ્વામી, સરપંચ ભરતભાઈ બાવરવા સહિતના હાજર રહ્યા હતા અને ગામમાં એક હજાર લોકોની વસ્તી છે જેથી એક હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો. અને આ વૃક્ષોનું જતન ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવશે. ત્યારે સંસાથના પ્રમુખ મનુભાઈ કૈલા, કમલેશભાઈ કૈલા અને જયંતીભાઈ વિડજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 10 હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. અને આગામી 20 દિવસમાં 15 લાખના ખર્ચે 70 ગામોમાં પાંજરા સાથે 3000 જેટલા વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે કામમાં ગામના જ સ્વયં સેવકો સહકાર આપશે જેથી મોરબી જિલ્લાના હરિયાળી ક્રાંતિ આવશે. આ તકે સાંસદ પરષોત્તમભાઇ રૂપાલાએ કહ્યું હતું કે, વૃક્ષનું વાવેતર કરીને “એક વૃક્ષ માં કે નામ” હેઝટેગ કરીને દરેક લોકો તેના ફોટો સોશ્યલ મીડિયામાં મૂકશે તો તેનું પરિણામ ખૂબ જ સારું અને અક્લ્પ્નિય આવશે તેમજ વૈશ્વિક લેવલે તેની નોંધ લેવામાં આવશે.  






Latest News