મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદમાંથી ગુમ થયેલ પરિણીતાની નર્મદાની કેનાલમાંથી લાશ મળી: ફોરેન્સિક પીએમમાં રાજકોટ લઈ ગયા


SHARE







હળવદમાંથી ગુમ થયેલ પરિણીતાની નર્મદાની કેનાલમાંથી લાશ મળી: ફોરેન્સિક પીએમમાં રાજકોટ લઈ ગયા

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતી મહિલા ઘરે કોઈને કશું કહ્યા વગર બે દિવસ પહેલા નીકળી ગયેલ હતી જેની શોધખોળ કરવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો ન હતી જેથી ગુમ થયેલ મહિલાના પતિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવેલ હતી તેવામાં મહિલાની નર્મદની કેનાલમાંથી લાશ મળી આવેલ છે અને બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા છે.

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતા મનોજભાઈ વાલજીભાઈ પરમાર જાતે અનુ. જાતિ (28)એ તેઓના પત્ની મંજુલાબેન મનોજભાઈ પરમાર (26) ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી અને તેમણે જણાવ્યુ હતું છે કે, ગત તા. 20/6 ના રોજ બપોરે 12.15 વાગ્યાના અરસામાં તેઓના પત્ની ઘરે કોઈને કશું કહ્યા વગર ચાલ્યા ગયેલ છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગ્યો નથી જેથી કરીને ગુમ થયેલ મહિલાના પતિએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં ગુમ થયેલ મંજુલાબેન મનોજભાઈ પરમારની લાશ આજે નર્મદા કેનાલમાંથી મળી આવી છે જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.






Latest News