મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લિયો ક્લબ- સંગાથ વૃદ્ધાશ્રમમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ


SHARE







મોરબી ઇન્ડિયન લિયો ક્લબ- સંગાથ વૃદ્ધાશ્રમમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

મોરબી ઇન્ડિયન લિયો ક્લબ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી રવાપર રોડ પર આવેલ નીલકંઠ સ્કૂલમાં કરાઈ હતી. જેમાં બાળકો દ્વારા સંચાલિત આ ઇન્ડિયન લીયો ક્લબ દ્વારા બેસ્ટ યોગાસનની કોમ્પિટિશન રાખવામાં આવી હતી જેમાં નીલકંઠ સ્કૂલના બાળકોએ હોશ ભેર ભાગ લીધો હતો. અને વિજેતા બાળકોને ઇન્ડિયન લિયો ક્લબ તરફથી મેડલ આપવામાં આવ્યા હતા. તેમજ તમામ ભાગ લેનાર સ્પર્ધકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારે સંસાથના પ્રમુખ એન્જલબા ઝાલાએ યોગની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે યોગા ટીચર પારૂલબેન પટેલે સહયોગ આપ્યો હતો આ કાર્યક્રમના અંતમાં સેક્રેટરી શ્રેયા ઘોડાસરાએ નીલકંઠ સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી જીત વડસોલા, એકતામેડમ, નિર્ણાયક પારુલ મેડમ, લીઓ ક્લબના પ્રણેતા પ્રીતિબેન દેસાઈ સહિતના હાજર રહ્યા હતા. તે ઉપરાંત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના હોદ્દેદારો મયુરીબેન, હીનાબેન, સાધનાબેન, શોભનાબાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાળકોને અભિનંદન આપ્યા હતા આવી જ રીતે ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્ત માળિયા(મિં.) તાલુકાના રાયસંગપર ગામે આવેલ સંગાથ વૃદ્ધાશ્રમમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા વૃધાશ્રમમાં રહેતા ૩૬ વૃધ્ધ માતા-પિતાએ ભાગ લીધો હતો.






Latest News