ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની સત્યસાંઈ સ્કૂલમાં છોકરાઓને ભણાવતા સમયે તબિયત બગડતાં સારવારમાં ખસેડાયેલા શિક્ષકનું મોત


SHARE











મોરબીની સત્યસાંઈ સ્કૂલમાં છોકરાઓને ભણાવતા સમયે તબિયત બગડતાં સારવારમાં ખસેડાયેલા શિક્ષકનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે સત્યસાંઈ સ્કૂલમાં છોકરાઓને ભણાવતી વખતે અચાનક શિક્ષકની તબિયત લથડતા તેને પ્રાથમિક સારવાર માટે નજીકના દવાખાને લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ સત્યસાઈ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સતનામનગરમાં રહેતા છગનભાઈ મોતીભાઈ દાવા (56) નામના આધેડ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા તે વખતે અચાનક તેની તબિયત બગડી હતી જેથી તેને પ્રાથમિક સારવાર માટે ત્યાં નજીકના દવાખાને લઈ ગયા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે.

સગીરાએ ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાં વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ઈશ્વરભાઈ નાયકની 15 વર્ષની દીકરી રીનાબેન નાયકએ વાડીએ હતી ત્યારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી






Latest News