મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં નવોઢાએ અણધાર્યું પગલું ભર્યું


SHARE







મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં નવોઢાએ અણધાર્યું પગલું ભર્યું

મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક મહિલાનો લગ્ન ગાળો એક મહિનાનો હોવાનું સામે આવ્યું છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ ઇટાવા કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ચંદ્રમોહન પિંગુંઆના પત્ની પિન્કીબેન ચંદ્રમોહન પિંગુંઆ (20) રહે. હાલ ઇટાવા કારખાનાના લેબર કવાર્ટરમાં પીપળી ગામ મૂળ રહે. ઝારખંડ વાળાએ લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તાત્કાલિક 108 ની ટીમને સ્થળ ઉપર બોલાવવામાં આવતા 108 ના સ્ટાફે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ તે મહિલાના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની અજયભાઈ માવજીભાઈ ભાટિયા (30) રહે. અવની પાર્ક સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો એક જ મહિનાનો છે જેથી મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયામાં રહેતા મીનાબેન રમેશભાઈ દેવીપુજક (30) નામની મહિલાને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી






Latest News