ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘૂટું રોડે કારખાનામાં કામ કરતા સમયે ઈલેક્ટ્રીક શોર્ટ લગતા યુવાનનું મોત


SHARE











મોરબીના જુના ઘૂટું રોડે કારખાનામાં કામ કરતા સમયે ઈલેક્ટ્રીક શોર્ટ લગતા યુવાનનું મોત

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ વિટ્રીફાઈડના કારખાનામાં કામ કરતી વખતે યુવાનને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘૂટું રોડે આવેલ મારમોલા વિટ્રીફાઈડ નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ચૌધરી સાહની મહેશ્વરી સહાની (36) નામનો યુવાન કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો તે વખતે તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ અવધેસિંઘ તેને બોડીને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

મોરબીના પંચાસર ગામે રહેતા પ્રદીપભાઈ જગદીશભાઈ વાળા (39) નામના યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસવી એસ.વી. સોલંકી દ્વારા કરવામાં આવી હતી






Latest News