મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદના ઈશ્વરનગર ગામે પુત્રવધૂને જીવતી સળગાવી દેનાર સસરાને આજીવન કેદ


SHARE







હળવદના ઈશ્વરનગર ગામે પુત્રવધૂને જીવતી સળગાવી દેનાર સસરાને આજીવન કેદ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રસોઈ બનાવવામાં ઘરે મોડું થયું હતું જેથી કરીને સસરાએ પુત્રવધૂને માથામાં લાકડી મારી હતી અને ત્યાર બાદ કેરોસીન છાંટી જીવતી સળગાવી દીધી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં કોર્ટે મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ તેમજ સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈને આરોપી સસરાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 21,000 નો દંડ કર્યો છે.

મોરબી તાલુકાના રામગઢ ગામે માવતર ધરાવતા આશાબેનના લગ્ન હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા વિનોદભાઈ મગનભાઈ ભાડજા સાથે વર્ષ 2014 માં થયા હતા અને તેઓ તેમના સાસુ, સસરા સાથે સંયુક્ત પરિવારમાં ઈશ્વરનગર ગામે રહેતા હતા. અને વર્ષ 2018 માં બપોરના સમયે તેમના સસરા મગનભાઈ પરસોતમભાઇ ભાડજા ઘરે હતા અને આશાબેન રસોઈ બનાવી રહયા હતા ત્યારે રસોઈ બનાવવામાં કેમ મોડું થયું તેમ કહીને તેઓને તેના સસરાએ માથામાં લાકડી મારી હતી અને ત્યાર બાદ એકદમ ઉશ્કેરાઈ જઈને ઘરમાં પડેલ કેરોસીનનું લઈ આવીને આશાબેન ઉપર રેડી દીધું હતું અને દીવાસળી ચાંપી દીધી હતી જેથી આશાબેન દાઝી ગયા હતા અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ બાદ આશાબેનને ડીડીમાં સમગ્ર બનાવને વર્ણવ્યો હતો. જે કેસ મોરબી પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે 20 મૌખિક, 37 દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલ સંજયભાઇ દવે દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને આરોપી મગનભાઈ પરસોતમભાઇ ભાડજાને આજીવન કેદની સજા અને 21 હજારનો દંડ કર્યો છે.






Latest News