મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

માળીયા (મી)માં બંધ મકાનમાંથી દારૂ-બિયરની ૨૫૨ પેટી મળી: ૧૩.૯૫ લાખનો મુદામલ કબજે, આરોપીની શોધખોળ


SHARE







માળીયા (મી) માં બંધ મકાનમાંથી દારૂ-બિયરની ૨૫૨ પેટી મળી: ૧૩.૯૫ લાખનો મુદામલ કબ્જે, આરોપીની શોધખોળ

માળીયા મિ. ખાતે રહેણાંક મકાનમાં એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી તે સમયે મકાનમાંથી ઇંગ્લીશ દારૂ-બીયરની ૩૯૩૬ બોટલો મળી આવતા પોલીસે રૂા.૮,૯૫,૪૪૦ ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબ્જે કરેલ છે તથા અન્ય મુદામાલ મળીને કુલ રૂા.૧૩,૯૫,૪૪૦ નો મુદામાલ પકડી પડેલ છે અને ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

મોરબી જીલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો કામગીરી કરે છે તેવામાં ચંદુભાઇ કાલોત્રા, ઇશ્વરભાઇ કલોત્રા, ભરતભાઇ જીલરીયા, તથા દશરથસિંહ પરમારને સયુકતમાં ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, માળીયા મિંયાણાના વાગડીયા ઝાપા મેઇન બજાર જુની એસબીઆઇ બેંકની બાજુમાં રહેતા ફારૂકભાઇ હબીબભાઇ જામ તેના નવા બનતા મકાનની સામેના પોતાના કબ્જા ભોગવટા વાળા પડતર બંધ મકાનમાં ઇંગ્લીશ દારૂ-બીયરનો જથ્થો ઉતારેલ છે. અને હાલે તે દારૂ-બીયરની હેરાફેરી કરે છે.જે હકીકત આધારે સ્ટાફ સાથે રેઇડ કરતા સ્થળ ઉપરથી ઇંગ્લીશ દારૂ-બીયરની ૨૫૨ પેટીઓ જેમા કુલ બોટલો નંગ-૩૯૩૬ જેની કિંમત ૮,૯૫,૪૪૦ તથા એક કાર સહિત કુલ મળીને ૧૩,૯૫,૪૪૦ નો મુદામાલ મળી આવતા માળીયા મિ. તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે. અને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News