ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે જાહેરમાં જુગાર રમતા ૬ જુગારી પકડાયા


SHARE











હળવદના જુના દેવળીયા ગામે જાહેરમાં જુગાર રમતા ૬ જુગારી પકડાયા

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે જાહેરમાં જુગાર રમતા હતા ત્યા જુગાર રમતા કુલ ૬ આરોપી મળી આવેલ હતા જેથી પોલીસે રોકડ ૧૭,૧૦૦ કબજે કરીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના અજીતસિંહ.એન.સીસોદીયા તથા પોલીસ સ્ટાફના માણસો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે બીપીનભાઈ મંગળભાઈ પરમાર, હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ઘાંચી વાળી શેરીમાં નારાયણભાઈ રબારીના ઘરની બહાર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી હતી ત્યારે જુગાર રમતા સંજયભાઈ સનાભાઈ ચરમારી જાતે કોળી (૨૭), દિનેશભાઈ રાઘવજીભાઈ ભીમાણી જાતે કોળી (૩૬), જયેશભાઈ લાભશંકરભાઈ જોષી જાતે બ્રાહ્મણ (૬૨), છનાભાઈ બાબુભાઈ કીડીયા જાતે કોળી (૩૨), યોગેશભાઈ છનાભાઈ શીશા જાતે કોળી (૨૩) અને જગદીશભાઈ પોપટભાઈ શીશા જાતે કોળી (૪૦) રહે. બધા જુના દેવળીયા તાલુકો હળવદ વાળા જુગાર રમતા મળી આવેલ હતા જેથી પોલીસે રોકડ રકમ ૧૭,૧૦૦ સાથે તે તમામની ધરપકડ કરી હતી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી 






Latest News