મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી હોય અમારી માંગણીઓ હવે સંતોષાશે !: અલ્પેશ કથીરીયા


SHARE











પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન અલ્પેશભાઈ કથીરિયા આજે મોરબી આવ્યા હતા ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સરદાર સોસાયટી ખાતે પાટીદાર આંદોલન સમિતિની સાથે જોડાયેલા યુવાનો, આગેવાનો સહિત લોકો સાથે મુલાકાત કરી હતી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો પણ ત્યાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને તેમને પોતાની વાતમાં જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન સમયે પાટીદાર સમાજના 14 દીકરાઓ શહીદ થયા હતા તેના પરિવારજનોમાંથી કોઈ એક સભ્યને સરકારી નોકરી મળે તેમજ પાટીદાર સમાજના યુવાનો સામે જે પોલીસ કેસ કરવામાં આવે છે તેને પાછા ખેંચવા માટે અમારી માંગણી છે તે હાલમાં પણ અમારી માંગણી ઉભી છે અને હવે જ્યારે પાટીદાર સમાજના મુખ્યમંત્રી ગુજરાતમાં સત્તા ઉપર છે ત્યારે અમારી માગણી વહેલી તકે પૂરી કરવામાં આવશે તેવી અમને અપેક્ષા છે 

મોરબી શહેરના બાયપાસ રોડ ઉપર આવેલ સરદાર સોસાયટી ખાતે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન અલ્પેશભાઈ કથીરિયા આવ્યા હતા ત્યારે તેમની સાથે દિનેશભાઈ બાંભણીયા, મનોજભાઈ પનારા, મનોજભાઈ કાલરીયા, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઇ પટેલ, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબીયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને આ તકે તેમણે આગેવાનો અને યુવાનોની સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન જે ગુજરાત રાજ્યની અંદર ચલાવ્યું હતું તેના કારણે આજે ગુજરાતની દોઢસો જેટલી જ્ઞાતિના યુવાનોને અનામતનો લાભ મળી રહ્યો છે અને આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર સમાજના 14 જેટલા દીકરાઓ શહીદ થયા હતા અને તેના પરિવારજનોમાંથી કોઈ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગણી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કરવામાં આવી હતી જોકે હજુ સુધી તે માંગણી સંતોષવામાં આવી નથી તેવી જ રીતે પાટીદાર સમાજના યુવાનોની સામે પોલીસ કેસ કરવામાં આવેલ છે તેને પાછા ખેંચવામાં આવે તેવી પણ માંગ પાટીદાર અનામત આંદોલન સમિતિએ કરે છે પરંતુ હજુ કેસ પાછા ખેંચાયા નથી ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાટીદાર સમાજમાંથી ભુપેન્દ્રભાઈ પટેલ બેઠા છે ત્યારે પાટીદાર સમાજની જે માંગણીઓ છે તે વહેલી તકે સંતોષવામાં આવશે તેવી અપેક્ષા છે






Latest News