મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપરણ કરનાર મહેસાણાથી ઝડપાયો


SHARE







મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપરણ કરનાર મહેસાણાથી ઝડપાયો

મોરબી નજીકના એક ગ્રામ્ય વિસ્તારમાં રહીને કારખાનાની અંદર મજૂરી કામ કરતા મૂળ પાટણના પરિવારની સગીરાનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવ્યું હતું.જે સંદર્ભમાં ભોગ બનેલ પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ દરમિયાન એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા આરોપીની મહેસાણા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.

ઉપરોક્ત બનાવની મોરબી તાલુકા પોલીસ સુત્રો તેમજ એસસીએસટી વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ પાટણના પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવ્યુ હતુ.જે અંગે થોડા દિવસો પહેલા ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પોકસો, એટ્રોસિટી, અપહરણ તેમજ દુષ્કર્મ સંદર્ભે ગુનો નોંધ્યો હતો.જેની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે.બનાવના થોડા દિવસો બાદ ભોગ બનેલ સગીરા તેના પરિવારજનોને સોંપી આપવામાં આવી હતી.હાલમાં મળતી માહિતી પ્રમાણે ઉપરોક્ત ગુનામાં વનરાજસિંહ ઉર્ફે નાનુભા બચુભા ઝાલા (ઉંમર ૨૩) રહે.ધુમાસણ તા.કડી જી.મહેસાણાની ધરપકડ કરેલ છે.ભોગ બનેલ પરિવાર પણ મહેસાણાના પાટણનો વતની છે અને ત્યાંથી સંપર્કમાં આવ્યા બાદ સગીરા પરિવાર સાથે હાલ મોરબી રહીને મજૂરી કામ કરતી હોય અહીં મોરબી ખાતેથી તેણીનું અપહરણ કરી જવામાં આવ્યુ હતુ.હાલ વનરાજસિંહ ઝાલાની ધરપકડ કરીને પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરાયેલ છે.






Latest News