મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી અને જેતપુરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : છારા ગેંગના બે સાગરીત ઝબ્બે,  બેંક અને આંગડીયા પેઢી આસપાસ રેકી કરી ગુનાને અંજામ આપતા


SHARE







મોરબી અને જેતપુરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : છારા ગેંગના બે સાગરીત ઝબ્બે,  બેંક અને આંગડીયા પેઢી આસપાસ રેકી કરી ગુનાને અંજામ આપતા

જેતપુર અને મોરબીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. રાજકોટ રૂરલ એલસીબી અને જેતપુર સિટી પોલીસે છારા ગેંગના બે સાગરીતને જેતપુરના જુનાગઢ રોડ પરથી ઝડપી લીધા હતા. જેતપુરમાંથી આંગડીયા પેઢીના કર્મીનો રૂ.1 લાખ ભરેલો થેલો અને મોરબીમાં આંગડીયા પેઢીના કર્મીના એક્ટિવાની ડીકીમાંથી 1.60 લાખની ચોરી કરેલ હતી.

પોલીસે આપેલી વિગત મુજબ, જેતપુરના જુના પાંચપીપળા રોડ પર રહેતા અને ઈશ્વર બેચાર આંગડિયા પેઢીના કર્મચારી હરિભાઈ જેન્તીભાઈ ગોસાઈએ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદ મુજબ, તેઓ ગત 4 એપ્રિલના સાંજના આંગડીયા પેઢીની દુકાન બંધ કરવી હોય, તેની પાસે રહેલ રૂપિયા ભરેલ થેલો દુકાન બહાર બાઇકની સીટ પર રાખ્યો હતો. દુકાનનું તાળુ બંધ કરવા ગયા તેવામાં પાછળથી કોઈ બે અજાણ્યા શખ્સો બાઈક પર આવી સીટ પર રાખેલ થેલો લઈને જતા રહ્યા હતા. સ્થાનિક પોલીસ અને એલસીબીએ આ અંગે તપાસ હાથ ધરી બાઈક સવાર બે આરોપી સુજીત નારજી ઈન્દરેકર અને ચેતન ઉર્ફે ચીન્ટુ વિજય ઘમન્ડે (રહે.કુબેરનગર, છારાનગર, નવખોલી, અમદાવાદ)ને ઝડપી રૂ. 1 લાખ રોકડ અને બાઈક કબ્જે કર્યું હતું. આરોપીની પૂછપરછમાં જાણવા મળેલ કે, આરોપીઓએ પાંચ દિવસ પહેલા મોરબીમાં એક આંગણીયા પેઢીના કર્મચારીની એક્ટિવાની ડીકીમાં રાખેલ રૂ.1.60 લાખની ચોરી કરી હતી. આ અંગે મોરબી એ. ડિવિઝન પોલીસમાં ગુનો પણ નોંધાયો હતો. આ આરોપી સુજીત સામે અગાઉ અમદાવાદ પોલીસમાં પાંચ ગુના છે.

જ્યારે ચેતન સામે ગાંધીનગર, નવસારી અને અમદાવાદ પોલીસમાં કુલ 6 ગુના છે. આરોપીઓ બેંક અને આંગડીયા પેઢી આસપાસ રેકી કરી ગુનાને અંજામ આપતા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.આ કામગીરીમાં  એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઇ ડી.જી. બડવા, એચ.સી. ગોહિલ, એએસઆઈ અનીલભાઈ બળકોદીયા, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર, દિવ્યશેભાઇ સુવા, રાજુભાઇ સાંબડા, હરેશભાઇ પરમાર, ડ્રા.પો. કોન્સ. અબ્દુલશસીદ અબ્દુલ રહેમાન શેખ, તેમજ જેતપુર સિટી પોલીસના પીઆઈ એ.ડી. પરમાર, પીએસઆઇ આર.એચ. જારીયા, વી.સી.પરમાર, એએસઆઈ ભાવેશભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ વસૈયા, શક્તિસિંહ ઝાલા, સાગરભાઇ મકવાણા ફરજ પર રહ્યા હતા.






Latest News