મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં પરણીતાને માવતર ન જવા દઈને મારવા મજબૂર કરનારા પતિ સામે નોંધાયો ગુનો


SHARE











મોરબીમાં પરણીતાને માવતર ન જવા દઈને મારવા મજબૂર કરનારા પતિ સામે નોંધાયો ગુનો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ નજીક રહેતી પરણીતાએ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતકની માતાએ હાલમાં તેના જમાઈની સામે દીકરીને માવતર ન આવવા દઈને તેમજ માવતરેથી અને સગાવ્હાલાઓ પાસેથી રૂપિયા લાવવાનું કહીને ત્રાસ આપતા હતા હોવાથી તેની દીકરીએ આપઘાત કર્યો હોવાની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ નજીક રહેતા સુનીતાબેન અલ્પેશભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (૨૨) નામની પરિણીતાએ ગત તા. ૮-૪ ના વહેલી સવારના ત્રણેક વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી સુનીતાબેન કુંઢીયાનું મોત નીપજ્યું હતું અને તેઓના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જે તે સમયે જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ હાલમાં મૃતક સુનિતાબેનના માતા વજીબેન ભીખાભાઇ આધરોજીયા જાતે દેવીપુજક (૭૦) રહે. પ્રજાપત નળીયાના કારખાના પાછળ સ્મશાનની બાજુમા મહેન્દ્રનગર વાળાએ હાલમાં તેના જમાઈ અલ્પેશ લાલાભાઇ કુંઢીયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરીને વગર કારણે પોતાના માવતરે તેમજ સગાવ્હાલામા જવા નહી દઇ સગાવ્હાલા પાસે રૂપીયાની મદદ લેવાનુ કહેતા હતા ત્યારે સુનીતાબેને રૂપીયાની મદદ લેવાની ના પાડી હતી જે આરોપીને સારૂ નહી લાગતા તેને ફરિયાદીની દીકરીને ખોટી રીતે હેરાન પરેશાન કરી હતી અને શારીરીક માનસીક ત્રાસ આપ્યો હતો જેથી તેની દીકરીએ આપઘાત કરેલ છે આ ફરિયાદના આધારે પોલીસે મૃતક મહિલાના પતિની સમે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, મૃતક મહિલાનો લગ્નગાળો બે વર્ષનો હતો અને તેમને એક સંતાન હતું અને મહિલાએ આ પગલું ભરી લેતા સંતાને માતાની છત્રછાયા ગુમાવેલ છે






Latest News