માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર સમાજની માફી ન માંગે ત્યાં સુધી કાફર પાકિસ્તાનીને પાટીદાર સમાજના કોઇ સ્ટેજ ઉપર સ્થાન નહી અપાઇ: ટી.ડી. પટેલ


SHARE











મોરબીના પાટીદાર સમાજની માફી ન માંગે ત્યાં સુધી કાફર પાકિસ્તાનીને પાટીદાર સમાજના કોઇ સ્ટેજ ઉપર સ્થાન નહી અપાઇ: ટી.ડી.પટેલ

મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિઓ વિશે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં આજે મોરબીમાં જાહેર સભા યોજાઇ હતી જેમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ અને સિરામિક એસો.ના પ્રમુખો સહિતના હાજર રહ્યા હતા અને આગામી સમયમાં કાજલ હિન્દુસ્તાની જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી તેને પાટીદારોના એક પણ કાર્યક્રમમાં કોઈપણ જગ્યાએ સ્ટેજ ઉપર પગ રાખવા નહીં દેવામાં આવે તેવું એલાન મોરબીના પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને કાજલ હિન્દુસ્તાનીને હવેથી કાફર પાકિસ્તાનીના નામથી બોલાવવા પાટીદારોએ આહવાન કર્યું છે. આમ પટેલ સમાજની દિકરીઓ અને મહિલાઓ ઉપર કરાયેલ કાજલબેન હિન્દુસ્તાનીની ટીપ્પણીઓ બાદ રોષે ભરાયેલ પાટીદાર સમાજે રેલી યોજીને આવેદનપત્ર આપેલ બાદમાં કોર્ટમાં બદનક્ષીના બદલ ફરીયાદ કરવામાં આવી હતી.

થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે અને ઉદ્યોગપતિઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે અગાઉ રેલી યોજના કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ મોરબીની કોર્ટમાં બદનક્ષીની ફોજદારી ફરિયાદ પણ કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની માફી માંગવામાં આવી નથી ત્યારે મોરબીમાં મંગળવારે રાત્રે ૯ વાગ્યે બાપાસીતારામ ચોક ખાતે પાટીદાર સમાજની જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખો તેમજ વિશાળ સંખ્યામાં પાટીદાર સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને ખાસ કરીને જે ઘટના મોરબીમાં બની જ નથી તે ઘટનાનો મનઘડત ઉલ્લેખ કાજલ હિન્દુસ્તાની દ્વારા જે રીતે સ્ટેજ ઉપરથી કરવામાં આવ્યું છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને આ તકે પાટીદાર સમાજના અગ્રણી ટી. ડી. પટેલ દ્વારા મોરબીની જાહેર સભામાં એવું એલાન કરવામાં આવ્યું હતું કે આજ સુધી જેને લોકો કાજલ હિન્દુસ્તાની ના નામથી જાણતા હતા તેને હવે મોરબીનો પાટીદાર સમાજના કાફર પાકિસ્તાનીના નામથી બોલાવશે તેમજ આગામી સમયમાં જ્યાં સુધી તે મોરબીના પાટીદાર સમાજની માફી ન માંગે ત્યાં સુધી તેને ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ગુજરાતની અંદર કોઈપણ જગ્યાએ પાટીદાર સમાજના કાર્યક્રમોમાં સ્ટેજ ઉપર સ્થાન આપવામાં નહીં આવે તેવું એલાન કરેલ છે અને આગામી સમયમાં હજુ પણ કાજલ હિન્દુસ્તાની સામે કોર્ટમાં બદનક્ષીની ફરિયાદો કરવામાં આવશે તેવું પણ પાટીદાર સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે




Latest News