જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

હળવદમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૬ જુગારીની ધરપકડ


SHARE











હળવદમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૬ જુગારીની ધરપકડ

મોરબી જિલ્લાના હળવદ જી.આઇ.ડી.સી. વિસ્તારની પાછળના ભાગમાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૬ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે આરોપીઓની પાસેથી ૧,૧૦,૫૪૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે હળવદ જી.આઈ.ડી.સી. પાછળ જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સરકારી ખરાબામાં ઘોડીપાસાનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આરોપી રમેશભાઈ ગુગાભાઈ સાવડીયા (૪૦) રહે. ભવાનીનગર ઢોરો હળવદ, સંજયભાઈ રૂપાભાઈ સીતાપરા (૩૬) રહે, પંચમુખી ઢોરો હળવદ, જયેશભાઈ મનુભાઈ દેવકા (૩૮) રહે. પંચમુખી ઢોરો હળવદ, કરમણભાઈ છેલાભાઈ ગમારા (૪૨) રહે. ભવાનીનગર ઢોરો હળવદ, દિનેશભાઈ ધારાભાઈ ટોટા (૩૩) રહે. પંચમુખી ઢોરો હળવદ અને લઘધીરસિંહ હનુભા ઝાલા (૪૨) રહે. ભવાનીનગર ઢોરો હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડ ૧,૧૦,૫૪૦ કબ્જે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા ગૌરીબેન પ્રભુભાઈ દેત્રોજા (૬૩) નામના વૃદ્ધા પોતાના દીકરાના બાઈકમાં બેસીને ખેતરે જઈ રહ્યા હતા ત્યારે માણેકવાડા ગામે તળાવ પાસે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ગૌરીબેનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News