મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂના ગુનામાં અનેક વખત પકડાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે: માળીયાના છેતરપિંડીના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાંથી દારૂના ગુનામાં અનેક વખત પકડાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે: માળીયાના છેતરપિંડીના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ આરોપીને પાસા હેઠળ પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને માળીયાના છેતરપિંડીના ગુનામાં વર્ષોથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લોની ટીમે પકડીને માળીયા પોલીસ હવાલે કરેલ છે

મોરબી જીલ્લામાં જૂના ગુનાના આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે તેમજ દારૂ સહિતના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા ઈંગ્લીશ દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ આરોપી અસ્લમ સલીમભાઈ ચાનિયા (૩૮) રહે. કાલિકા પ્લોટ શેરી નં-૨ મોરબી વાળા સામે પાસા દરખાસ્ત મોકલવામાં આવી હતી જેને ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેકટર દ્વારા મંજુર કરીને પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી મોરબી એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને અમદાવાદ જેલ હવાલે કરેલ છે આવી જ રીતે મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષો પહેલા નોંધાયેલ આઈપીસી ૪૦૬ અને ૪૨૦ ના ગુનામાં નાસતા ફરતા આરોપી પ્રવીણ સુંદરજીભાઈ કાવર રહે. લક્ષ્મીવાસ તાલુકો માળિયા વાળાની ધરપકડ અમદાવાદ બાપુનગર આમ્રપાલી સોસાયટી ખાતેથી કરી હતી અને આ આરોપીને હાલમાં માળિયા તાલુકા પોલીસ હવાલે કરેલ છે






Latest News