મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે વાડીએ સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલા આધેડનું મોત


SHARE











હળવદના ટીકર ગામે વાડીએ સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલા આધેડનું મોત

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા આધેડને વાડીમાં હતા ત્યારે ત્યાં સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લઈને આવતા હતા ત્યારે રસ્તામાં સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજયું હતું જેથી આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે વિઠાભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા હરજીતભાઈ દીપકભાઈ પરમાર (૫૪) નામના આધેડને વાડીએ હતા ત્યારે સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદ લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ૧૦૮ મારફતે મોરબી લઈને આવતા હતા દરમિયાન રસ્તામાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે, આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

યુવાન સારવારમાં

મોરબીના બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ ફ્લેવર સીરામીક પાસે રહેતા સોમાતાલા (૩૦) નામના યુવાને દિવાલ ઉપરથી કૂદકો મારતા તેને જમણા પગના ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એલ. બારૈયા દ્વારા કરવામાં આવેલ છે

આરોપી પકડાયો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકાનસર ગામથી આગળના ભાગમાં તુલસી પેટ્રોલ પંપ પાસે અકસ્માતો બનાવ બન્યો હતો અને જીવલેણ અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં આરોપી સુરેશભાઈ છનાભાઇ મકવાણા (૩૯) રહે, શેખરડી તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News