સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું


SHARE





PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ‘PM CARES for Children’ યોજના અંતર્ગત આવરી લેવાયેલા બાળકોના સર્વાંગી ઉત્કર્ષ માટે વન-ટુ-વન સંવાદયોજ્યો હતો. આ સંવાદમાં કલેક્ટરએ એક વાલી તરીકે બાળકો સાથે અત્યંત સંવેદનશીલ અને આત્મીય સંવાદ સાધ્યો હતો.

કલેક્ટરએ જણાવ્યું હતું કે, આ બાળકો આપણા સમાજ અને વહીવટી તંત્રની સંયુક્ત જવાબદારી છે. બાળકો ક્યારેય પોતાને એકલા ન સમજે, મોરબી જિલ્લા વહીવટી તંત્ર હંમેશાં તેમની પડખે ઊભું છે અને તેમનો અભ્યાસ અવિરત ચાલુ રહે તે માટે તંત્ર સદાય કટિબદ્ધ છે. સંવાદ દરમિયાન કલેક્ટરે તમામ બાળકો સાથે બેસીને અલ્પાહાર કરી તેમની સાથે સંવાદ કરતા પ્રત્યેક બાળકના શિક્ષણ અને સ્વાસ્થ્ય (Health) ની સ્થિતિ જાણી હતી. જેમાં બાળકોના ચાલુ અભ્યાસની વિગતો, શાળા-કોલેજની સુવિધાઓ, ભવિષ્યના શૈક્ષણિક લક્ષ્યો તેમજ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી તબીબી સેવાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ સાથે જ, બાળકો અને તેમના વાલીઓને રોજિંદા જીવનમાં પડતી સામાજિક, આર્થિક કે વહીવટી મુશ્કેલીઓ વિશે પૃચ્છા કરી સ્થળ પર જ ઉપસ્થિત અધિકારીઓને ત્વરિત ઉકેલ લાવવા જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. બાળકોના અભ્યાસ ઉપરાંત રમત-ગમત, સંગીત અને ચિત્રકામ જેવી ઇતર પ્રવૃત્તિઓ (Hobbies) અને કલા-કૌશલ્યો વિશે પણ હકારાત્મક ચર્ચા કરતા કલેક્ટરએ બાળકોની આ પ્રતિભાઓને બિરદાવી ભવિષ્યમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.  આસંવાદ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News