સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કોર્પોરેટર પૂનમબેન દ્વારા સરકારની વિવિધ યોજનાના કામો માટેનો કેમ્પ યોજાયો


SHARE





મોરબીમાં કોર્પોરેટર પૂનમબેન દ્વારા સરકારની વિવિધ યોજનાના કામો માટેનો કેમ્પ યોજાયો

મોરબીના સમાકાઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં વોર્ડ નં.૪ ના કોર્પોરેટર પૂનમબેન જીતેનભાઈ અગેચાણીયા દ્વારા  કેમ્પનુ આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઉપસ્થિત જિલ્લા કોર્ડિનેટર મયુરભાઈ સોલંકી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ.ભૂમિબેન જીતેન્દ્રકુમાર માકડિયા, જેન્ડર સ્પેસ્યાલિસ્ટ અમિતભાઈ પઢારીયા, અશ્વિનીબેન પાટડિયા, વિવેકભાઈ ગોલતર, છાયાબેન દલસાણીયા (વકીલ) તથા મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા હાજર રહ્યા હતા.

લોક-કલ્યાણકારી યોજનાઓ જેવી કે વિધવા સહાય યોજના અને વૃદ્ધ પેન્શન યોજના તેમજ વહાલી દીકરી યોજના, વિકલાંગ યોજના માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના જરૂરિયાતમંદ, નિરાધાર વૃદ્ધો અને વિધવા બહેનોને ઘર આંગણે જ સરકારી સહાયનો લાભ મળી રહે તે માટેનો હતો.

આ કેમ્પમાં વિસ્તારના અગ્રણી, આદરણીય નાગરિકો, તેમજ લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.કેમ્પમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ નોંધપાત્ર રહી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમાંથી ઘણી ખરી મહિલાઓ અને વૃદ્ધોને જરૂરી સરકારી ફોર્મ સ્થળ પર જ ભરીને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેથી તેમને વહેલી તકે પેન્શન અને સહાય મળવાની શરૂઆત થઈ શકે.

કેમ્પમાં ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું કે, સરકારી યોજના અને જીવનમાં શિક્ષણનું મહત્વ તેમજ વ્યસન મુક્તિ માટેના પ્રવચન આપ્યા હતા. તેમજ સચોટ માહિતીના અભાવે ઘણા લોકો આ લાભોથી વંચિત રહી જતા હોય છે. ત્યારે આવા કેમ્પના માધ્યમથી માનવી સુધી સહાય પહોંચાડવાનો આ પ્રયાસ ઉત્તમ છે.આ કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પના અંતે લાભ લેનાર તમામ ભાઈ-બહેનોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો




Latest News