મોરબીના આંદરણા ગામે 7.36 લાખના રોકડ-દાગીનાની ચોરીના ગુનામાં એમપીની ગેંગના બે સાગરીત 4.53 લાખના મુદામાલ સાથે પકડાયા: 3 ની શોધખોળ મોરબીમાં ઘરે સીડી ઉતરતા સમયે પાણીના ટાંકામાં પડી ગયેલ 7 વર્ષના બાળકનું મોત હળવદના ભલગામડા ગામે ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા સહિત 2.50 લાખના મુદ્દામાલની ચોરી મોરબીમાં જુગારની જુદાજુદા સ્થળે બે રેડમાં 7 શખ્સ 35,300 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં ઇન્સ્ટગ્રામમાં મેસેજ કરીને પતિને પૂછનારી પત્નીને પટ્ટા વડે શરીરે અને માથામાં માર માર્યો હળવદના ચરાડવા ગામનો બનાવ: કોઇની સાથે ફોન ઉપર વાત કરતી પત્નીને પતિએ ઠપકો આપતા મહિલાએ મોત મીઠું કર્યું હળવદના ચરાડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાની રૂમમાં ગળાફાંસો ખાઈને યુવતીનો આપઘાત, કાયાજી પ્લોટ વિસ્તારમાં ઘરમાં બેભાન થઈ ગયેલ યુવાનનું મોત


SHARE







મોરબી નજીક કારખાનાની રૂમમાં ગળાફાંસો ખાઈને યુવતીનો આપઘાત, કાયાજી પ્લોટ વિસ્તારમાં ઘરમાં બેભાન થઈ ગયેલ યુવાનનું મોત

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા આધેડની દીકરીએ રૂમની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જોકે, કાયાજી પ્લોટ વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતો યુવાન પોતાના ઘરની અંદર બેભાન થઈ ગયેલો હોય તેને હોસ્પિટલે લઈ જતા ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો આ બંને બનાવની એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં મોરબી નજીક રાજપર રોડ ઉપર આવેલ દેવ પોલીસ પ્લાન્ટ ખાતે રહેતા વીરસિંહ ચામ્પિયાની 22 વર્ષની દીકરી શિવાની એ કોઈ અગમ્ય કારણોસર કારખાનાની રૂમમાં લોખંડની પાઇપ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મૂળ ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના કાયાજી પ્લોટ શેરી નંબર 4 માં આવેલ રુચિત રેસીડેન્સી ખાતે રહેતા સ્મિતકુમાર ગજાનંદભાઈ ઉપાધ્યાય (25) નામનો યુવાન પોતાના ઘરની અંદર બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી . #morbi #મોરબી 






Latest News