મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબીના એસપી રોડે બાઇક આડે રોજડું આવતા અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીના એસપી રોડે બાઇક આડે રોજડું આવતા અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના એસપી રોડ ઉપરથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે રોજડુ ઉતર્યું હતું જેથી કરીને બાઇક રોજડા સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ પાછળ શિવ સોસાયટીમાં રહેતા ફૈઝલભાઈ ફિરોજભાઈ (૨૪) નામનો યુવાન મોરબીના રવાપર ગામ નજીક આવેલ એસપી રોડ ઉપરથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે રોજડુ ઉતરતા રોજડા સાથે બાઈક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફેજલભાઇને ઇજાઓ થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ સ્થાનિક પોલીસને સોંપવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નગર દરવાજા ચોક પાસેથી બાઈકમાં બેસીને સીતાપરા પંચાલભાઈ દેવજીભાઈ (૮૨)  નામના વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પટકાતા તેને શરીરે ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News