મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપરના અવેળા પાસે જુગાર રમતા બે મહિલા સહિત ચાર જુગારી ૨૧,૪૩૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીમાં ત્રાજપરના અવેળા પાસે જુગાર રમતા બે મહિલા સહિત ચાર જુગારી ૨૧,૪૩૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીમાં ત્રાજપર પાસે અવેળા નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી ૨૧,૪૩૦ રૂપિયાની રોકડ કબજે કરીને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં ત્રાજપર નજીક અવેળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સંજયભાઈ ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરિયા જાતે કોળી (૨૭) રહે. ત્રાજપર અવેળા પાસે મોરબી, દિલીપભાઈ ચોંડાભાઈ પાટડીયા જાતે કોળી (૪૫) રહે. રણછોડનગર ગરબી ચોક પાસે મોરબી, પૂનમબેન દિલીપભાઈ પાટડીયા જાતે કોળી (૪૨) રહે રણછોડનગર ગરબી ચોક પાસે મોરબી અને ગીતાબેન રમેશભાઈ ધરજીયા જાતે કોળી (૩૨) રહે. સાઈબાબાના મંદિર પાસે રણછોડનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૧,૪૩૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે કબ્રસ્તાન પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કાદરભાઈ આમદભાઈ સોતા જાતે મુસ્લિમ વાઘેર (૪૬) રહે. સોનાપુરી સ્મશાન પાસે વવાણીયા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૨૬૧૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News