મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના શોભેશ્વર રોડેથી દારૂની ૯ બોટલ-૩૦ પાઉચ સાથે આધેડની ધરપકડ


SHARE







મોરબીના શોભેશ્વર રોડેથી દારૂની ૯ બોટલ-૩૦ પાઉચ સાથે આધેડની ધરપકડ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર થી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નવ બોટલો તથા દારૂના ૩૦ પાઉચ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૬૯૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને આરોપીની ધરપકડ કરી છે અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના શોભેશ્વર રોડ ઉપર ધાર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા આધેડને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની નવ બોટલો તેમજ દારૂના સીલપેક કાગળના ૩૦ પાઉચ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ ૬૯૫૦ ની કિંમત પણ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. અને આરોપી અતુલભાઇ દેવીસિંહ જાદવ જાતે ખવાસ રજપૂત (૫૬) રહે. વાણીયા સોસાયટી શોભેશ્વર રોડ મોરબી મૂળ રહે. સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના લીલાપર ગામે ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી કેશવભાઈ મનોજભાઈ ઠાકોર (૨૧) રહે. દેવકીનંદન પેપર મીલ પાસે લીલાપર મોરબી મૂળ રહે. બિહાર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News