મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં દરિયાલાલ જન્મજયંતિએ આરતી-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન


SHARE







મોરબીમાં દરિયાલાલ જન્મજયંતિએ આરતી-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન

મોરબીમાં દરવર્ષે દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ પ્રભુ પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૧૦ ના રોજ ૪૩ માં દરિયાલાલ પ્રભુના પ્રાગટય દિવસની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે આરતીરામાયણ પ્રવચન તેમજ પ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં નગર  દરવાજા પાસેની શેરીમાં આવેલ દરિયાલાલ મંદિરે દર વર્ષે દરિયાલાલ પ્રભુ પ્રાગટય દિવસની ઉજવણી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવે છે અને દરિયાલાલ જન્મ જયંતિના દિવસે વરુણ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા છે અને ત્યાર બાદ મોરબી આવેલ સાવસર પ્લોટ મેઇન રોડદશાશ્રીમાળી વણીક જ્ઞાતીની ભોજનશાળા ખાતે સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સર્વે ભાવિકોને લાભ લેવા આયોજકોએ જણાવ્યુ છે






Latest News