મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર નજીક બાઇકમાં સાડીનો છેડો આવી જતાં અકસ્માત: ઇજા પામેલ મહિલા સારવારમાં


SHARE







મોરબીના લીલાપર નજીક બાઇકમાં સાડીનો છેડો આવી જતાં અકસ્માત: ઇજા પામેલ મહિલા સારવારમાં

મોરબીના લીલાપર ગામે રહેતી મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે કેશવ પાર્ટી પ્લોટ સામે રસ્તા ઉપર બાઈકમાં તેની સાડીઓ છેડો આવી જવાના કારણે અકસ્માત થયો હતો અને મહિલા રોડ ઉપર નીચે પડી હતી જેથી તેને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા રંજનબેન કિરીટભાઈ મેજડિયા (૪૧) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ સામેથી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકના પાછળના વ્હીલમાં તેની સાડી આવી જવાના કારણે અકસ્માત થયો હતો અકસ્માતના બનાવમાં રંજનબેન રસ્તા ઉપર નીચે પટકાતા તેઓને જમણા હાથમાં ઇજા થઈ હતી અને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબી તાલુકાના પાનેલી રોડ ઉપર આવેલ સિમેરો સિરામિકના લેબર કવાર્ટર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સકીનાબેન નાયકભાઈ પઠાણ (૧૯) નામની યુવતીને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એ.એમ. ઝપડીયા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા શીતલબેન દામજીભાઈ સવસાણી (૨૮) નામની મહિલા તેના પતિના બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસેથી પસાર થઈ હતી ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને શીતલબેન રસ્તા ઉપર નીચે પટકાતા તેઓ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News