મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક બાઈક આડે કૂતરું ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા આધેડ સારવારમાં


SHARE







મોરબીના રફાળેશ્વર નજીક બાઈક આડે કૂતરું ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા આધેડ સારવારમાં

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા આધેડ બાઈક લઈને તળાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક આડે કૂતરું આવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં આધેડને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મંદિરની બાજુમાં રહેતા ભીખાભાઈ ભવનભાઈ ગમારા (૫૦) નામના આધેડ બાઈક લઈને રફાળેશ્વર ગામ પાસે આવેલ તળાવ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે કૂતરું આવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી તેને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના સાપર ગામે રહેતા ખમાબા શક્તિસિંહ જાડેજા (૬૪) નામના વૃદ્ધા ગઈકાલે સાંજના ૭:૩૦ વાગ્યાના અરસામાં ગામના બસ સ્ટેશન પાસે એસટી બસમાંથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે બસમાંથી નીચે પડ્યા હતા અને નીચે પડવાના કારણે તેમને ઇજાઓ થઈ હતી જેથી તે વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યો બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અંગેની આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

બાળક સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સતવારા બોર્ડિંગની પાછળ રહેતા જીતેન્દ્ર લીંબાભાઇ સોલંકી (૧૪) નામનો બાળક એકટીવામાં પાછળના ભાગે બેસીને મોરબીથી દહીસરા તરફ જવાના રસ્તા ઉપર જઈ રહ્યા હતા ત્યારે પીપળીયા ચોકડી પાસે ફાટક નજીક કોઈ કારણોસર એકટીવા સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં જીતેન્દ્રને ડાબા પગના ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News