મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના નવાગામ લખધીરનગરમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીના નવાગામ લખધીરનગરમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું

મોરબી તાલુકાના નવાગામ લખધીરનગર ખાતે રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈએ આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવાગામ લખધીરનગર ખાતે રહેતા રાહુલ જયંતીભાઈ દારોદરા જાતે કોળી (૨૨) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

માર માર્યો
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા ઉર્મિલાબેન ઉમાશંકર રામ (૩૫) નામની મહિલાને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

બાઈક સ્લીપ
મોરબીના લાલપર ગામે રહેતા શરદભાઈ બચુભાઈ ડઢાણીયા (૪૦) નામનો યુવાન ભડીયાદ રોડથી લાલપર ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર તેનું બાઈલ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News