મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના અમરેલી પાટીયા પાસેથી અજાણ્યા વાહન ચાલકે ડબલ સવારી બાઈક હડફેટે લેતા અકસ્માત: બે વ્યક્તિ સારવારમાં


SHARE











મોરબીના અમરેલી પાટીયા પાસેથી અજાણ્યા વાહન ચાલકે ડબલ સવારી બાઈક હડફેટે લેતા અકસ્માત: બે વ્યક્તિ સારવારમાં

મોરબી તાલુકાના અમરેલી ગામના પાટીયા પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ સામેના ભાગમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતા સાહિલ ભરતભાઈ ઉપસરિયા (૧૮) અને રોનક મનસુખભાઈ બાબરીયા (૧૩) નામના બે વ્યક્તિ બાઈક ઉપર મોરબી તાલુકાના અમરેલી ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં સાહિલ અને રોનકને ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ ભાગલક્ષ્મી સોસાયટીમાં રહેતા જયદીપસિંહ દિગુભા રાઠોડ (૨૦) નામનો યુવાન મોરબીના મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ કુળદેવી પાન નજીક હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયું હતું આ બનાવમાં યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે






Latest News