મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ બી.એડ્ કોલેજના તાલીમાર્થીઓ દ્રારા ટીંબળી પ્રાથમિક શાળાની શૈક્ષણિક મુલાકાત લીધી


SHARE







મોરબી નવયુગ બી.એડ્ કોલેજના તાલીમાર્થીઓ દ્રારા ટીંબળી પ્રાથમિક શાળાની શૈક્ષણિક મુલાકાત લીધી

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્રારા તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસને લગતા કાર્યક્રમો અવિરત થતા જ હોય છે. જેના દ્રારા તાલીમાર્થીઓને તેમના અંગત તેમજ વ્યવસાયિક જીવનમાં સતત પ્રેરણા મળ્યા કરે છે. તાલીમાર્થીઓ નો તમામ પ્રકારનો વિકાસ થાય તે હેતુ થી સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સતત કાર્યશીલ રહે છે અને તે માટે જે તેઓ હંમેશા નવીનત્તમ કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે. આવા ઉત્તમ હેતુ સાથે બી.એડ્ ડીપાર્ટમેન્ટના તાલીમાર્થીઓ માટે તારીખ ટીંબળી (ધરમપૂર) ખાતે ટીંબળી પ્રાથમિક શાળાની મુલાકાતનું આયોજન કરેલ હતી અને તેમાં તાલીમાર્થીઓએ શાળાની મુલાકાત દરમિયાન પ્રજ્ઞાવર્ગ, પ્રાર્થના સભા, વિજ્ઞાનની પ્રયોગશાળા, ઓફીસ જેવા તમામ વિભાગોની મુલાકાત લીધી હતી તે દરમિયાન શાળાના આચાર્ય અશોકભાઈ  જાવિયા, CRC રાજેશભાઈ ઘોડાસરા સાહેબ, કમલેશભાઈ દલશાણીયા દ્વારા તાલીમાર્થીઓને શાળા  દફતર વર્ગ ખંડ વ્યવહાર અને વર્ગખંડ ટેકનોલોજી અંગે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  તેમજ શાળાના  તમામ શિક્ષક મિત્રો દ્રારા ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ વિભાગોની મુલાકાત બાદ બી.એડ્ ના અભ્યાસક્રમમાં આવતા રજીસ્ટરો અને પત્રકોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી અને તાલીમાર્થીઓને પ્રેક્ટીકલ નોલેજ પુરૂ પાડવામાં આવ્યું હતું.






Latest News