મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

વાંકાનેર-મોરબીમાં દારૂની બે રેડ: આઠ બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા


SHARE







વાંકાનેર-મોરબીમાં દારૂની બે રેડ: આઠ બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા

વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં તેમજ મોરબીમાં વાવડી રોડ ઉપર દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને આઠ બોટલો સાથે પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ શખ્સો ની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે તેમજ આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં હવે સ્થાનિક પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મિલ પ્લોટ ચોક રેલવે સ્ટેશન રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે શખ્સ પાસેથી દારૂની છ બોટલો મળી આવતા પોલીસે ૨૨૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અશોકભાઈ હેમુભાઇ ચૌહાણ જાતે રાજપૂત (૪૬) રહે. મિલ પ્લોટ અમરપરા શેરી નં-૧ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે આવી જ રીતે મોરબીની વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ૭૫૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી કૃણાલભાઈ મનોજભાઈ હિરાણી જાતે ભાનુશાળી (૨૦) રહે. નાની વાવડી સાધુ વાસવાણી સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

વધુ દવા પી લીધી

મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા સવજીભાઈ મોહનભાઈ ઠોરીયા (૨૮) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે માથાના દુખાવાની વધુ પડતી દવાઓ પી જતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News