ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપ સોસાયટી-મકરાણીવાસમાં જુગારની બે રેડ: સાત જુગારી પકડાયા


SHARE











મોરબીમાં મહારાણા પ્રતાપ સોસાયટી-મકરાણીવાસમાં જુગારની બે રેડ: સાત જુગારી પકડાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સોસાયટીમાં કોમ્યુનિટી હોલ પાસે તેમજ મકરાણીવાસમાં રામઘાટ નજીક જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી તેમાં કુલ મળીને સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩૩,૨૩૦ ની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સોસાયટી સર્કિટ હાઉસ પાછળના ભાગમાં આવેલ કોમ્યુનિટી હોલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પ્રવિણસિંહ હરૂભા વાઘેલા જાતે દરબાર (૫૯) રહે. મહારાણા પ્રતાપ સોસાયટી બ્લોક નં-૧૧ મોરબી, મહિપાલસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર (૫૬) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ સનાળા રોડ મોરબી, બિમલભાઈ ધીરેન્દ્રભાઈ મેઘાણી જાતે વાણીયા (૬૨) રહે. ન્યુ રીલીફ નગર હનુમાન મંદિર પાસે મોરબી અને કમલેશભાઈ મણીલાલ મકવાણા જાતે કંદોઈ વાણીયા (૫૧) રહે. કબીર શેરી નગર દરવાજા પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૮,૬૦૦ રૂપિયાની કિંમતની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આવી જ રીતે મોરબી શહેરના મકરાણીવાસ વિસ્તારમાં રામઘાટ નજીક મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા આસિફભાઇ રફિકભાઈ મકરાણી જાતે બ્લોચ (૩૪) રહે. રામઘાટ પાસે મકરાણીવાસ મોરબી, કાસમભાઇ દિલાવરભાઈ પઠાણ જાતે સિપાહી (૨૭) રહે. મકરાણીવાસ મોરબી અને કૈલાસગીરી મોહનગીરી ગોસ્વામી જાતે બાવાજી (૪૫) રહે. મકરાણીવાસ રામઘાટ પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૬૩૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News