ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદથી બોરડી જવાના રસ્તે બાઇક આડે ખુટિયો ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











હળવદથી બોરડી જવાના રસ્તે બાઇક આડે ખુટિયો ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન બાઇક લઈને હળવદથી બોરડી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે અચાનક ખુટિયો ઉતરતા તેનું બાઇક ખુટીયા સાથે અથડાયું હતું જેથી અકસ્માતના બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતક યુવાનના પત્નીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ડુંગરગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં કેતનભાઇ માવજીભાઈ સંઘાણીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા હિન્દુભાઈ પરશુભાઈ રાઠવા જાતે આદિવાસી (૩૨) નામનો યુવાન પોતાનું બાઈક નંબર જીજે ૩૪ એમ ૩૪૨૭ લઈને હળવદથી બોરડી ગામ તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેના બાઇકની આડે ખૂટીયો ઉતર્યો હતો અને ખુટિયા સાથે બાઈક અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં હિન્દુભાઈ રાઠવાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતક યુવાનના પત્ની ધર્મિષ્ઠાબેન હિન્દુભાઈ રાઠવા જાતે આદિવાસી (૨૯) રહે. હાલ ઘનશ્યામ ગઢ ગામની સીમમાં કેતનભાઇની વાડીએ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દવા પી ગઈ

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભેટ ગામે રહેતી આશાબેન વિજયભાઈ ડાભી (૧૮) નામની યુવતી કોઈ કારણોસર દવા પી જતા તેને સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ મુળી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ હતો જેથી કરીને પોલીસે ત્યાં બનાવની જાણ કરેલ છે






Latest News