સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

માળિયા (મી) નજીક ડમ્પર પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત: ગુનો નોંધાયો


SHARE











માળિયા (મી) નજીક ડમ્પર પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત: ગુનો નોંધાયો

માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામની ગોળાઈ પાસે દેવ સોલ્ટ પહેલા ટ્રક ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને આગળ જતા ડમ્પરમાં તેનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક યુવાનને પેટ અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતુ જે બનાવમાં હાલમાં મૃતક યુવાનની સામે ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ પાટણ જિલ્લાના રહેવાસી અને હાલમાં કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવતા આદિપુર ગામે રહેતા શૈલેષભાઈ અમૃતલાલ કબોયા જાતે પ્રજાપતિ (૩૮)એ મૃતક યુવાન બિચારભાઈ દિનેશભાઈ રાય (૨૦) રહે. બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામથી આગળના ભાગમાં દેવસોલ્ટ નજીક રસ્તા ઉપરથી મૃતક તેના હવાલા વાળો ટ્રક નંબર જીજે ૧૨ એટી ૭૩૩૭ લઈને જઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા ડમ્પરમાં ધડાકા ભેર પોતાનું વાહન અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં મૃતક યુવાનને પેટ અને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે શૈલેષભાઈ કબોયાએ નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર શહેરમાં ગાયત્રી મંદિર રોડ ઉપર આરોગ્યનગરમાં રહેતા લાલજીભાઈ વશરામભાઈ મણસૂરિયા (૫૭) નામના આધેડને તેઓ ઘરે હતા ત્યારે હાર્ટ અટેક આવી જતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News