ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ડબલ સવારી બાઇક ડિવાઈડર, થાંભલા અને એંગલ સાથે અથડાતાં એક યુવાનનું મોત, એક સારવારમાં


SHARE











મોરબીના લાલપર પાસે ડબલ સવારી બાઇક ડિવાઈડર, થાંભલા અને એંગલ સાથે અથડાતાં એક યુવાનનું મોત, એક સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે પાવર હાઉસ નજીકથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યુ હતું ત્યારે બાઈકના ચાલકે વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ડિવાઈડર, લોખંડના થાંભલા અને એંગલ સાથે તે બાઈજ અથડાયું હતું જેથી બાઇક ચાલકને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને તેની સાથે બાઈક ઉપર બેઠેલા અન્ય એક વ્યક્તિને ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવેલ હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની સામે ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબીના સરતનપર ગામની સીમમાં આવેલ એમસર ટાઇલ્સ નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સુરજભાઈ બિરેનભાઇ સેન જાતે કપાલી (૨૩) નામના યુવાને બાઈક નંબર આરજે ૧૮  એફએસ ૮૭૪૬ ના ચાલક રાજેશભાઈ ધીરેનભાઈ સેન રહે, વોયાતી સીરામીક કારખાનું જાંબુડીયા ગામની સીમ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે પાવર હાઉસની સામેના ભાગે તળાવ પાસેથી યુવાન તેનું ડબલ સવારી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેણે બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા બાઇક ડિવાઇડર સાથે અને ત્યાં ડિવાઈડરમાં લગાવેલ લોખંડના થાંભલા અને એંગલ સાથે અથડાયું હતું જેથી બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થવાથી તે યુવાનનું મોત નીપજયું હતું અને તે બાઈકમાં પાછળ બેઠેલા અવિનાશકુમાર સુલોસિંહને ફેકચર જેવી ઇજાઓ થઇ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબી નજીકના જૂની પીપળી ગામે રહેતા મનસુખભાઈ બેચરભાઈ પરમાર (૪૫) નામનો યુવાન માળિયા રોડ ઉપર આવેલ હોટલ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં પડેલા ખુલ્લા વાયર ઉપર તેનો પગ આવતા તેને શોર્ટ લાગ્યો હતો જેથી કરીને ૧૦૮ મારફતે તેને સારવાર માટે તેનો દીકરો અમિત મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યો હતો અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News