મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં Book Review નો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની પી.જી. પટેલ કોલેજમાં Book Review નો કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસકાળ દરમિયાન પાઠ્યપુસ્તકોનું અભ્યાસ તો કરતા જ હોય છે પરંતુ સાથોસાથ પાઠ્યપુસ્તક સિવાયના જીવન ઉપયોગી પુસ્તકોનો અભ્યાસ પણ કરે અને વિદ્યાર્થીઓને ઈતર વાંચનનો રસ કેળવાય તેવા ઉંમદા હેતુથી મોરબીની પી.જી. પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય  ડો.રવિન્દ્ર ભટ્ટ ની રાહબરી હેઠળ Book Review શીર્ષક હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ પોતાની રસ રુચી મુજબ એક ચોક્કસ બુકનો અભ્યાસ કરી આ બુક અંગે પોતાના મંતવ્યો અને વિચારો રજૂ કરવાનુ પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં પ્રથમ ક્રમે પરમાર મીરા (FY B.Com), દ્વિતીય ક્રમે જોષી અક્ષીતા (TY BBA) અને તૃતીય ક્રમે સરધારા કૃપેશા (SY B.Com) રહ્યા હતા. આ તકે કોલેજના આચાર્ય તથા તમામ સ્ટાફગણે તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન કોલેજના મહિલા પ્રાધ્યાપક ડો.કાજલ પાઘડાળ દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News