મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમા મેડિકલ કોલેજનું બાંધકામ કરી રહેલ કોન્ટ્રાકટરને શોકોઝ નોટિસ ફટકારી


SHARE







મોરબીમા મેડિકલ કોલેજનું બાંધકામ કરી રહેલ કોન્ટ્રાકટરને શોકોઝ નોટિસ ફટકારી

મોરબીના સનાળા ગામ પાસે રાજકોટ રોડ ઉપર નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવી રહી છે જેના બીજા માળ ઉપર શુક્રવારે સાંજે સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતી જેથી કરીને મજૂરોને ઈજા થયેલ હતી અને એક મજૂર ફસાઈ ગયો હતો જેને કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી સાત કલાક સીધી ચાલુ રહી હતી આ બનાવ સંદર્ભે હાલમાં કોન્ટ્રાકટરને શોકોઝ નોટિસ આપવામાં આવેલ છે

મોરબીના સનાળા ગામ થી આગળ રાજકોટ રોડ ઉપર ચાલી રહી છે અને ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જેમાં બીજા માળ ઉપર સ્લેબ ભરવા માટેની કામગીરી શુક્રવારે રાત્રિના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન કરવામાં આવી રહી હતી ત્યારે કોઈ કારણોસર સ્લેબ તૂટી પડ્યો હતો જેથી કરીને લોખંડના સળિયા અને સિમેન્ટ કોંકરેટનો જે માલ હતો તેની સાથે ઉપર કામ કરી રહેલા મજૂરો નીચે પહેલા માળ ઉપર પટકાયા હતા જેથી ત્રણ મજૂરોને ઈજા થઇ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને એક મજૂર લોખંડના સળિયા અને બાંધકામના માલ વચ્ચે ફસાઈ ગયેલ છે જેથી કરીને તેને બચાવવા માટેની કામગીરી ફાયર વિભાગ અને પોલીસના જવાનો દ્વારા સાત કલાક સુધી કરવામાં આવી હતી આ બનાવમાં હાલમાં માર્ગ અને મકાન વિભાગ આરોગ્યના પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા મેડિકલ કોલેજ બનવાનો કોન્ટ્રાકટ જેને આપવામાં આવેલ છે તે કતીરા કન્ટ્રકશન કંપનીને શોકોઝ નોટિસ આપવામાં આવેલ છે અને ઘટના સ્થળે સલામતીના સાધનોની કેમ ઉણપ હતી તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે






Latest News