મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મૂળ રાજકોટના અને હાલ માળિયા(મિં.)ના કુંભારીયા ગામે સસરાની બાજુમાં રહેતા યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE







મૂળ રાજકોટના અને હાલ માળિયા(મિં.)ના કુંભારીયા ગામે સસરાની બાજુમાં રહેતા યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા કુંભારિયા ગામે સસરાની બાજુમાં રહેતા અને ખેત મજૂરી તથા સીરામીકમાં મજૂરી કામ કરતા કોળી યુવાને કુંભારિયા ગામે ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલએ ખસેડવામાં આવ્યું હતું.

ઉપરોક્ત બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ ખોડીયાર ટેકરી નજીક મચ્છુનગર વિસ્તારની શેરી નંબર-૬ માં રહેતો અને હાલ છેલ્લા કેટલાક સમયથી મોરબીના માળિયા મીંયાણા તાલુકાના કુંભારિયા ગામે સસરાની બાજુમાં મકાન રાખીને રહેતા મુનેશભાઈ મંગાભાઈ સુરેલા કોળી નામના ૨૮ વર્ષના યુવાને ગઈકાલ તા.૮-૩ ના સવારે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં તેના કુંભારીયા ગામે આવેલા મકાન ખાતે ઘરે ટુંપો ખાઈ લીધો હતો.જેના પગલે તેને ગંભીર હાલતમાં મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ટુંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી યાદી આવતાં એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલે પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ માળિયા પોલીસ મથકની હદમાં બન્યો હોય માળિયા પોલીસ સ્ટેશન ખાતે આ અંગે જાણ કરવામાં આવી હતી.મૃતક પરણીત હતો અને તેણે ભરી લીધેલા અંતિમ પગલાના લીધે બે સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી હાલ યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું..? તે પોલીસ તપાસનો વિષય છે.

રીક્ષા પલ્ટી મારી જતા ઈજા

મોરબી તાલુકાના હજનારી ગામે રહેતા યુવાનને રીક્ષા પલ્ટી મારી જવાના અકસ્માત બનાવમાં ઈજા થતા સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હજનારી ગામના નરસીભાઈ ખીમજીભાઇ પરમાર નામના ૩૦ વર્ષના યુવાનને મોરબી તાલુકાના ખારચિયા ગામ પાસે આવેલ ઇટાલવા સીરામીક નામના યુનિટ પાસે રીક્ષા પલ્ટી મારી જવાના બનાવમાં ઈજા પામેલ હાલતમાં સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો ત્યાંથી યાદી આવતાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ આ બનાવ અંગે નોંધ કરીને તે બનાવની આગળની તપાસ હાથ ધરી હતી.

સ્કાય મોલ પાસે અકસ્માત

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાસેથી બાઈક લઈને જઈ રહેલ વૃદ્ધનું બાઈક ત્યાં સ્લીપ થઈ જતા ઇજા પામેલ વૃદ્ધને સારવારમાં ખસેડાયા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શ્રીજી સોસાયટીમાં રહેતા દેવકરણભાઈ ભવાનભાઈ દેસાઈ નામના ૭૩ વર્ષના વૃદ્ધ બાઈક લઈને શનાળા રોડ સ્કાય મોલ પાસેથી ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત બનાવ બન્યો હતો. જેથી ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડ્યા હતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.વાઘડીયાએ આ બનાવની આગળની તપાસ કરી હતી






Latest News