ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ઉલ્ટી ગંગા જેવો ઘાટ વહુએ સાસુને માર માર્યો..!


SHARE











મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ઉલ્ટી ગંગા જેવો ઘાટ વહુએ સાસુને માર માર્યો..!

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા આધેડ મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઈજા થવાથી અહિંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે, મહિલાને તેના દીકરાની વહુ દ્વારા માર મારવામાં આવ્યો હતો..! જેથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં હેતલ ડેરી નજીક રહેતા મુમતાઝબેન હુસેનભાઇ ફકીર નામના ૫૦ વર્ષીય મહિલાને તેમના ઘરે મારામારીના બનાવમાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝનમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના ઇન્વે.અધિકારી વિપુલભાઈ ફૂલતરીયાએ તપાસ કરી હતી. તેમાં સામે આવ્યું હતું કે મુમતાઝબેનના દીકરાની વહુ દ્વારા તેઓને માર મારવામાં આવ્યો હતો જેથી તેમને સામાન્ય પ્રકારની ઈજા તથા સારવારમાં લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપર આવેલા ભિમસર વિસ્તારમાં રહેતા સુરજ અમરશીભાઈ કુંઢીયા (ઉમર ૩૦) નામના દેવીપુજક યુવાનને તેના ઘર પાસે થયેલા મારામારીના બનાવમાં ઈજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો જ્યાંથી યાદી આવતા હાલ સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા મારામારીના બનાવ સંદર્ભે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મારામારીનો બીજો બનાવ મોરબીના વીસીપરા કુલીનગર વિસ્તારમાં બન્યો હતો જેમાં ત્યાં રહેતા દાઉદભાઈ ઉંમરભાઈ ઘાંચી નામના ૬૪ વર્ષના આધેડને મોડી રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા તેઓને પણ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાંથી યાદી આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર પ્રફુલભાઈ પરમાર દ્વારા મારામારીના કારણ અંગે આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

ચક્કર આવતા ચાલુ બાઈકે પડી જતા ઇજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા વાંકાનેર તાલુકાના ઢુવા ગામે રહેતા હરેશભાઈ નટુભાઈ ગોલતર નામના ૨૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત હરેશ ગોલતર બાઈક લઈને ઢુવા ચોકડી પાસેના સર્વિસ રોડ ઉપરથી જતો હતો ત્યારે ચાલુ બાઈકે તેને ચક્કર આવતા પડી જવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને અત્રે સારવારમાં લાવવામાં આવ્યો હતો અને બનાવની હોસ્પિટલ ખાતેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલે નોંધ કરીને તપાસ કરી હતી.આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકનો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરવામાં આવી હતી.






Latest News