મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદના ખોડ ગામે તળાવના કાંઠેથી દારૂની ૩૫ બોટલ મળી, બુટલેગરની શોધખોળ


SHARE







હળવદના ખોડ ગામે તળાવના કાંઠેથી દારૂની ૩૫ બોટલ મળી, બુટલેગરની શોધખોળ

હળવદ તાલુકાના ખોડ ગામે ગ્રામ પંચાયત સામે આવેલ મંદિરની પાછળના ભાગમાં તળાવના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૩૫ બોટલો મળી આવતા પોલીસે ૧૪,૦૦૦ રૂપિયાની કિંમતનો માલ કબજે કર્યો છે અને બુટલેગર હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે ગ્રામ પંચાયત સામે આવેલ મંદિરની પાછળના ભાગમાં આવેલા તળાવ પાસે બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૩૫ બોટલો મળી આવતા પોલીસે ૧૪,૦૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આ માલ હરેશપરી સાગરપરી બાવાજી રહે. ખોડ તાલુકો હળવદ વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News