ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીએ બીજા સાથે ભાગી જઈને લગ્ન કરી લેતા યુવાને અણધાર્યું કર્યું


SHARE











મોરબીમાં પત્નીએ બીજા સાથે ભાગી જઈને લગ્ન કરી લેતા યુવાને અણધાર્યું કર્યું

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી રામકુવા પાસે ભાડાના મકાનમાં રહેતા યુવાનની પત્ની અન્ય વ્યક્તિ સાથે ભાગી ગયેલ છે અને તેની સાથે લગ્ન કરી લીધેલ હોય તે બાબતે તેને મનોમન લાગી આવતા તેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતકના પરિવારજન તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીના બલિયા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી શહેરના ત્રાજપર ખારી રામકુવા પાસે જયંતીભાઈ ધારાભાઈ સીતાપરાના મકાનમાં ભાડે રહેતા ગોલુ જંગલી ગુપ્તા જાતે મદેસીયા (૨૬) નામના યુવાને પોતાના રહેણાંક મકાનની અંદર લોખંડની એંગલ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સત્યેન્દ્ર રાજેન્દ્રપ્રસાદ ગુપ્તા રહે. હાલ ઓમ ટુલ્સ કારખાનાની ઓરડીમાં લાલપર મૂળ રહે યુપી વાળા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની તેના દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનની પત્ની અન્ય કોઈ વ્યક્તિ સાથે જતી રહેલ છે અને તેણે તે વ્યક્તિ સાથે લગ્ન કરી લેતા તે બાબતે મનોમન લાગી આવતા મૃતક યુવાને પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું જાણવા મળતા પોલીસે તે અંગેની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

મોરબીના બાયપાસ રોડ ઉપર ભક્તિનગર પુલના રાજકોટ તરફના છેડા પાસે આવેલ કિરણભાઈ મગનભાઈ ધોળકિયાના જેસીબી રાખવાના ખુલ્લા પ્લોટ પાસે મોરબી એ ડીવિઝન પોલીસની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ખુલ્લા પ્લોટમાંથી દારૂના આઠ બાચકા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૦૦ લીટર દેશી દારૂ જેની કિંમત ૮૦૦૦ નો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો લેવા માટે આવેલ આરોપી સન્નીભાઈ શાંતિભાઈ કડીવાર જાતે દેવીપુજક (૨૮) રહે. સનાળા બાયપાસ પાસે ગોકુલ નગર શેરી નં-૨૧ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી શૈલેષભાઈ પુનાભાઈ વાળા રહે સનાળા બાયપાસ રોડ મોરબી વાળાનું નામ સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News