ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને યુવાનને અજુગતું પગલું ભરી લીધું


SHARE











મોરબીમાં બીમારીથી કંટાળીને યુવાનને અજુગતું પગલું ભરી લીધું

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા યુવાને બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બો ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ભીખાભાઈ ચૌહાણ (૨૬) નામના યુવાને ગત તા. ૨/૩/૨૪ ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે ૧૨:૪૫ વાગ્યાના અરસામાં તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાને પોતાના ઘરે હતો ત્યારે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે

વરલી જુગાર

વાંકાનેર શહેરમાં આવેલ ગ્રીન ચોકમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સબીરભાઈ ઉર્ફે પોન્ટિંગ ઈસ્માઈલભાઈ ભદ્રેસીયા જાતે પીંજારા (૨૭) રહે. મુમનાશેરી વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૪૧૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News