ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં જુગારની બે રેડ: આઠ જુગારી પકડાયા


SHARE











મોરબીના ત્રાજપરમાં જુગારની બે રેડ: આઠ જુગારી પકડાયા

મોરબી શહેરના ત્રાજપર વિસ્તારમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે અલગ અલગ જગ્યા ઉપર જુગાર રમતા કુલ મળીને આઠ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી કુલ મળીને ૨૪,૩૪૦ ની કિંમતની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામમાં માતાજીના મંદિર પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા મુન્નાભાઈ દિલીપભાઈ ડેડાણીયા (૨૮), પિયુષભાઈ બાબુભાઈ કુંવરિયા (૪૨), રમેશભાઈ સચીનભાઈ ઝીંઝવાડીયા (૨૩), મુકેશભાઈ બેચરભાઈ ચાવડા (૪૨) અને છગનભાઈ સિંધભાઈ શિયાળ (૩૯) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૯,૭૮૦ ની કિંમતની રોકડ સ્થળ ઉપરથી કબજે કરી હતી આવી જ રીતે ત્રાજપર ગામમાં ચોરાથી આગળના ભાગમાં આવેલ મંદિર પાસે જુગારની બીજી રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા દિનેશભાઈ છગનભાઈ અદગામા (૫૦) સંદીપભાઈ બાબુભાઈ પીપળીયા (૨૧) અને અહેમદભાઈ મહમદભાઈ સુમરા (૨૭) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૪૫૬૦ ની રોકડ કબજે કરી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News