મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ધબાઈ નમઃ મોરબીમા નવી બનતી મેડિકલ કોલેજના બિલ્ડીંગમાં ભરાઈ વખતે સ્લેબ તુટી પડતા એક મજૂર ફસાયો, ચારને ઇજા


SHARE







ધબાઈ નમઃ મોરબીમા નવી બનતી મેડિકલ કોલેજના બિલ્ડીંગમાં ભરાઈ વખતે સ્લેબ તુટી પડતા એક મજૂર ફસાયો, ચારને ઇજા

મોરબીના સનાળા ગામ પાસે રાજકોટ રોડ ઉપર નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવી રહી છે જેના બીજા માળ ઉપર સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો છે જેથી કરીને મજૂરોને ઈજા થયેલ છે અને ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાય છે જોકે એક મજૂર કાટમાળની વચ્ચે દબાઈ ગયેલ હોય તેને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે 

રાજ્ય સરકાર દ્વારા મોરબીમાં નવી મેડિકલ કોલેજ મંજુર કરવામાં આવી છે જે નવી મેડિકલ કોલેજ બનાવવા માટેની કામગીરી હાલમાં મોરબીના સનાળા ગામ થી આગળ રાજકોટ રોડ ઉપર ચાલી રહી છે અને 500 કરોડ રૂપિયાના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જેમાં બીજા માળ ઉપર સ્લેબ ભરવા માટેની કામગીરી આજે રાત્રિના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન કરવામાં આવી રહી હતી ત્યારે કોઈ કારણોસર સ્લેબ તૂટી પડ્યો હતો જેથી કરીને લોખંડના સળિયા અને સિમેન્ટ કોંકરેટનો જે માલ હતો તેની સાથે ઉપર કામ કરી રહેલા મજૂરો નીચે પહેલા માળ ઉપર પટકાયા હતા દરમિયાન કેટલાક મજૂરો હેમખેમ હોવાથી તેઓ દોડીને નીચે ઉતરી ગયા હતા જોકે એક મજૂરને ઈજા તેઓથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને એક મજૂર લોખંડના સળિયા અને બાંધકામના માલ વચ્ચે ફસાઈ ગયેલ છે જેથી કરીને તેને બચાવવા માટેની કામગીરી ફાયર વિભાગ અને પોલીસના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આઠ વાગ્યે સ્લેબ તૂટી પડ્યો હતો અને તેની વચ્ચે ફસાયેલ મજૂરને કાઢવા માટેની કામગીરી રાત્રિના 12 વાગ્યે પણ ચાલી રહી છે જો કે હજુ પણ મજૂર બહાર કાઢવામાં આવેલ નથી એટલે કે છેલ્લી ચાર કલાકથી મજૂર કાટમાળની વચ્ચે ફસાયેલ છે અને આ કામગીરીની અંદર જે કોઈની બેદરકારી હોય તેની સામે આકરા પગલાં લેવાય તેવી ટંકારાના ધારાસભ્ય તેમજ કોંગ્રેસના આગેવાનોએ દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી છે મોરબીમાં નવી બનતી મેડિકલ કોલેજની છત તૂટી પડતા કુલ પાંચ મજૂરો ઘટનાનો ભોગ બન્યા હતા જેમાં ચાર મજૂરોની ઓળખ થઈ છે, આ દુર્ઘટનામા કમલેશ કલાભાઈ વાકલા ૨૭ રહે. રૂપાખડા, જી.જાંબુઆ, મધ્યપ્રદેશવાળાને સરકારી હોસ્પિટલ મોરબી, મનીષ મગનભાઈ મેડા ૩૦, સુરડીયા જી.જાંબુઆ મધ્યપ્રદેશ, સંજયભાઈ નાગજીભાઈ મારલાણા ૪૫ રહે. રાજકોટ અને અરુણકુમાર પાસવાન રહે.ભરખડ વાળાને સાગર હોસ્પિટલ મોરબી ખાતે રાખવામાં આવ્યા છે. અને હજુ સુનિલ સાહુ રહે.ટોટી ગામ, કલાડી ઓરિસ્સા વાળો હજુ કાટમાળમા ફસાયેલ હોવાનું જાણવા મળે છે.






Latest News