મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના વધુ એક પૂર્વ પ્રમુખે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારથી કોંગ્રેસના ઘરમાં આગ લાગી હોય તેવો ઘાટ સર્જાયો છે અને ગઈકાલે જિલ્લા કોંગ્રેસના એક પૂર્વ પ્રમુખે પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે ત્યારે આજે વધુ એક પૂર્વ પ્રમુખ દ્વારા તમામ હોદ્દા અને પક્ષના પ્રાથમિક સભ્ય પદ ઉપરથી રાજીનામું મૂકી દીધેલ છે

તાજેતરમાં મોરબી જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ કોંગ્રેસના ઘરમાં આગ લાગી હોય તો એવો ઘાટ સર્જાયો છે અને થોડા દિવસો પહેલા મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલના નિવાસ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી અને તેમાં કોંગ્રેસના હાજર રહેલા આગેવાનો દ્વારા નવા પ્રમુખ સામે વિરોધ વ્યક્ત કરીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગઈકાલે જયંતીભાઈ પટેલ દ્વારા કોંગ્રેસના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યો પદ ઉપરથી રાજીનામું મુકવામાં આવ્યું છે અને આજે મોરબી જિલ્લા કોંગ્રેસના વધુ એક પૂર્વ પ્રમુખ દ્વારા કોંગ્રેસના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદ ઉપરથી રાજીનામું મુકવામાં આવ્યું છે જેની મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા અને મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના કોંગ્રેસના માજી સભ્ય મુકેશભાઈ ગામી દ્વારા કોંગ્રેસના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદ ઉપરથી રાજીનામું મૂકવામાં આવ્યું છે અને હજુ પણ કેટલાક આગેવાનોના રાજીનામાં પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

 

 






Latest News