મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નિબંધ-ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE







રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નિબંધ-ચિત્ર સ્પર્ધા યોજાઇ

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ૨૬ મી ફેબ્રુઆરીના રોજ અમૃત ભારત સ્ટેશન યોજનાહેઠળ ભારતીય રેલવેના ૫૫૪ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનો શિલાન્યાસ કરશે અને ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ અને અંડરપાસના અંદાજે ૪૧,૦૦૦ કરોડની લાગતના કામોનું શિલાન્યાસ અને રાષ્ટ્રને અર્પણ કરશે આ પ્રસંગે, “અમૃત સ્ટેશન યોજનાહેઠળ, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ના રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, ઓખા, ખંભાળિયા, હાપા, કાનાલુસ, ભાટિયા, વાંકાનેર અને થાન અને પડધરી, વિવિધ ૧૨ સ્ટેશનો પર કુલ ૭૪ શાળાઓમાં ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઑ માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની થીમ "૨૦૪૭ નું વિકસિત અને ભારતીય રેલવે" હતી જેમાં કુલ ૭૯૪૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓના વિજેતાઓને ૨૬ મી ફેબ્રુઆરી ના રોજ રાજકોટ ડિવિઝનના સ્થળો અને સ્ટેશનો પર આયોજિત થનારા સ્થાનિક કાર્યક્રમોમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવશે






Latest News